Philosophy

Philosophy

,,……,………….

🍃 🍂 🍁
એક કોલેજીયન યુવક કોલેજમાં રજા હોવાથી આજે ઘરે હતો.

યુવકના દાદાએ યુવકને કહ્યુ…
” બેટા, મારે નવા ચશ્મા લેવાના છે તું મારી સાથે ચાલને ?”

મોબાઇલ પર ચેટીંગ કરતા યુવકને દાદાની આ
દરખાસ્ત ન ગમી.

એમણે દાદાને કહ્યુ…
” દાદાજી, જમાનાની સાથે હવે તમારી જાતને પણ બદલો અને આધુનિક ટેકનોલેજીનો ઉપયોગ કરતા થાવ.
ચશ્મા ખરીદવા માટે હવે દુકાન સુધી લાંબા થવાની અને સમય બગાડવાની કોઇ જરૂર નથી.”

દાદાએ આશ્વર્ય સાથે કહ્યુ,
” શું વાત છે બેટા ?
દુકાને ગયા વગર પણ ચશ્માની ખરીદી થઇ શકે ? ”

યુવાને જરા રુઆબ સાથે કહ્યુ…
” દાદા, અહીંયા આવો, મારી
બાજુમાં બેસો, હું તમને સમજાવુ. આ મોબાઇલ
ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે બધી જ વસ્તુઓ ઘરે
બેઠા ખરીદી શકો છો. જુદી-જુદી ઓનલાઇન સેવા પુરી પાડતા ડીપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે ખાલી ચશ્મા જ નહી. કરીયાણુ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ
આઇટમ બધુ જ ખરીદી શકો છો. હવે તમારી
જુનવાણી પધ્ધતિને પડતી મુકો અને આ આધુનિક
પધ્ધતિ અપનાવો એટલે તમે ઘરે બેઠા જરૂરીયાત
મુજબની બધી જ વસ્તુઓ ખરીદી શકો.”

દાદાએ યુવાન પૌત્રની બધી વાત ધ્યાનથી
સાંભળી પછી હળવેકથી કહ્યુ, ” બેટા, તારી વાત તો
સાચી છે કે આ ઓનલાઇન ખરીદી કરવાથી આપણો
સમય બચે છે અને થોડું ડીસ્કાઉન્ટ પણ મળે એટલે પૈસા
પણ બચે.

પણ સમય અને પૈસા બચાવવા જતા જેના
વગર જીવવું મુશ્કેલ છે એવો માનવીય સંબંધ છુટી જાય
છે એનું શું ?

યુવકને કંઇ ન સમજાયુ એટલે એણે દાદાને
કહ્યુ,

“તમે શું કહેવા માંગો છો એની કંઇ ખબર નથી પડતી.”

દાદાએ યુવકના ખભે હાથ મુકતા કહ્યુ,
“બેટા, હમણા
થોડા દિવસ પહેલા હું બીમાર પડ્યો.
રોજ
શાકભાજી લેવા હું જતો પણ હું બીમાર પડ્યો એટલે
તારા પપ્પા ગયેલા.
શાકભાજીવાળાને મારી
બીમારીની ખબર પડી તો એ સાંજે એમની દુકાન
બંધ કરીને મારી ખબર કાઢવા માટે આપણી ઘરે
આવેલો
અને મારી પથારી પાસે બેસીને મને
સાંત્વના આપેલી.

થોડા વર્ષો પહેલા થોડો સમય
આપણે નાણાકીય તંગીનો ભોગ બનેલા
ત્યારે
આપણા કરીયાણાવાળાએ આખા વર્ષનું કરીયાણું
ઉધાર આપેલુ
અને પૈસા આપવાની કોઇ ચિંતા ન
કરતા એમ કહેલું.

જ્યારે તું નાનો હતો ત્યારે હું તને
સાથે લઇને એ કરીયાણાવાળાને ત્યાં ખરીદી કરવા
માટે જતો.
એ ઓછુ ભણેલો કરીયાણાવાળો હંમેશા
હસતા હસતા તને ચોકલેટ કે પેંડો પણ આપતો
અને
ક્યારેય બીલમાં ચોકલેટ-પેંડાની રકમ ઉમેરતો
નહોતો.

યુવક એકધ્યાન થઇને દાદાની વાત સાંભળી રહ્યો
હતો. દાદાએ વાત આગળ વધારી
” બેટા,
કાપડવાળાને ત્યાં ખરીદી કરવા જઇએ ત્યારે એકાદ
બે ઓળખીતા માણસો મળી જ જતા
અને એની સાથે
વાત કરવાનો મોકો પણ મળી જતો. હૈયામાં
ધરબાઇને ભરેલી કેટલીક વાતો ત્યાં સહજતાથી
ઠલવાઇ જતી
અને હૈયુ હળવું ફુલ થઇ જતું.

જેને ત્યાંથી
આપણે નીયમિત ખરીદીઓ કરતા એ બધા આપણા
સુખના કે દુ:ખના પ્રસંગમાં ભાગીદાર થતા હતા.

હવે
મને જણાવ તારી ઓનલાઇન ખરીદીમાં આવી
સુવિધા મળે ખરી ?

યુવાન કોઇ જવાબ ન આપી શક્યો.
બાળપણની
કેટલીક ઘટનાઓ યુવકના માનસપટ પર ઉભરી આવી.

અને દાદાજીને એણે એટલું જ કહ્યુ,
“ચાલો દાદાજી
હું આપની સાથે આવુ આપણે ચશ્માવાળા ભાઇની
દુકાને જઇને એમની ચા પી આવીએ
અને તમારા
ચશ્મા લઇ આવીએ.

રસ્તામાં તમારા એકાદ બે
ભાઇબંધો મળી જશે તો એને મળી પણ આવીએ.”

મિત્રો, જરા વિચાર કરવાની જરૂર છે કે સમય અને
પૈસા બચાવવાની દોડમાં આપણે માણસ મટીને
મશીન તો નથી બની ગયા ને?

કારણકે જો મશીન
બની જઇશું તો ગમે એટલા પૈસા બચાવ્યા હોય કે ગમે
એટલો સમય બચાવ્યો હોય તો પણ સંબંધ વગર પૈસા
અને સમયનું કરીશું શું ?

ટેકનોલોજીનો ઉપયોગ જરૂર
કરીએ
પણ માનવ સંપર્કો સાવ તુટી ન જાય એ પણ
જરૂરી છે…!!!

,………

એક યુવાને એના પિતાને
પૂછ્યું કે પપ્પા :
આ માનવજીવનનું મૂલ્ય શુ છે ?

પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, “તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા.
એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે.”
યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો.
એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ.
એમણે પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી. વેપારીએ મોઢું બગાડીને કહ્યું,
“આવા નાના પાણાના તે કંઈ બે રૂપિયા હોતા હશે ?”

છોકરાએ ઘરે આવીને એના પિતા ને બધી વાત કરી.
પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટીક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો.
છોકરાએ જૂની પૂરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો. યુવાને પોતાની બે આંગળી બતાવી. વેપારીએ કહ્યું,
“બે હજાર રૂપિયામાં મને કોઈ વાંધો નથી”

છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી. પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો.
યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેંચવાની ઈચ્છા દર્શાવી.
ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ એના મુનિમને કહ્યું, “આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઇ લો”

યુવાનને ખૂબ આશ્વર્ય થયું. કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા.
પિતાજીએ કહ્યું,”બેટા, માનવજીવનનું પણ આ પથ્થર જેવું જ છે.
કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના પોતાના હાથની વાત હોય છે.
તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો ? તમે અમીર છો કે ગરીબ ?
રૂપાળા છો કે કાળા ?
આ કોઈ વાતો મહત્વની નથી. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો.

મિત્રો, આપણો સંગ આપણું મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.
મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરી જેવા લોકોનો સંગ આવશ્યક છે.

નોંધ : ઝવેરી એટલે તમારી કિંમત કરે એવા લોકો –


Do not go where the path may lead, go instead where there is no path and leave a trail. – Ralph Emerson


All beautiful
relationship do not
depend on how
well we understand
someone…
But
It depends on how
well we manage
the misunderstanding…


આજ થી ૧૫ – ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નોહતી જ્યાં PCO ના હોય..પછી ધીમે ધીમે બધા ના ઘર માં લેન્ડલાઈન ની સુવિધા થાવ માંડી…
ધીમે ધીમે PCO ઓછા થવા લાગ્યા…
અને પછી વિશ્વ્ માં જન્મ લીધો મોબાઇલે…
લગભગ PCO બંધ…

હવે PCO વાળા એ મોબાઈલ ના રિચાર્જ અને બિલ ભરવાના કરી દીધા..અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઇન ભારત થઇ ગયા છે…

તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..?

આજે બજાર માં દરેક ચોથી-પાંચ મી દુકાન મોબાઈલ ની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલ ને લગતી કોઈ પણ હલી કરવી હોય…

આજે લગભગ બધું “Paytm” થી થઇ ગયુ છે…હવે તો લોકો રેલવે,બસ ની ટિકિટ પણ મોબાઈલ થી કરાવવા લાગ્યા છે…હવે રૂપિયા -પૈસા નું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે….

રોકડ રૂપિયા ની જગ્યા પેહલા પ્લાસ્ટિક મની એ લીધી…અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઇ ગયું છે…

દુનિયા ખુબ ઝડપ થી બદલાઈ રહી છે…આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો…

૧૯૯૮ માં “કોડાક” કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા… થોડા જ વર્ષો માં “ડિજિટલ ફોટોગ્રાફી” એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા.. “કોડાક” દેવાળિયું થઇ ગયું… તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા.. મુદ્દા ની વાત એ છે કે..

તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષો માં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે…
આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઇ જશે…

” ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં
તમારું સ્વાગત છે… ”

“ઉબેર” ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એકપણ કાર નથી તેમછત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે.

Airbnb દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે , જયારે તેમની ખુદની પાસે તો પોતાની એકપણ હોટેલ નથી…

અમેરિકા માં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું…કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી Legal Advise આપીદે છે…આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે…અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે…

Watson નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે…

અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઇ ગયું હશે…

૨૦૧૮ પૂરું થાય તે પેહલા પેહલા ડ્રાઈવર વગર ની કાર રસ્તા પર સેવા આપવા માટે આવિષ્કાર પામી ચુકી હશે…૨૦૨૦ સુધી માં આ એક જ આવિષ્કાર દુનિયા પલ્ટીનાંખવાની શરૂઆત કરાવી દેશે….

આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો….
જે વધશે તે કાંતો Electric કાર હશે અથવાતો હાયબ્રીડ…….
રસ્તાઓ ખાલી જોવા મળશે…
પેટ્રોલ ની નહિવત જરૂર પડશે….
આરબ દેશો મુશ્કેલી માં મુકાવા લાગશે ,
આર્થિક તાણ અનુભવવા લાગશે…

તમે પોતે Uber જેવા એક સોફ્ટવેરે થી કાર મંગાવશો અને પલભર માં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસસ આવી જશે….
અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઇક કરતા પણ સસ્તી પડશે..

Driverless કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે….
એટલે insurance અને વીમા કંપની પણ ઘર ભેગી..!

ડ્રાઈવર નામ નો રોજગાર લુપ્ત થઇ જશે…
જયારે શહેરો અને રસ્તો પર થી ૯૦% ગાડીઓ ગાયબ થઇ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યા નો અંત આપોઆપ આવી જશે….

એટલે સમય અનુસાર
upgrade થાતાં રહો ???????? ????????નહી તો ભાઈઓ ક્યાય ખોવાઈ જાશો જ્ઞાતિવાદ માં ને અનામત ની જાતિવાદ માં આ રાજકીય દેશદ્રોહી નેતાઓ ના રવાડે ચડી ને…. પ્લીઝ.. સમય ની સાથે સમાજ ને ગામ , રાજ્ય , દેશ ને અપગ્નેડ કરો મારા વહાલા દેશવાશીઓ… Thank u…????????????????????એજ લિ. આપણો રાષ્ટ્રભકત રાષ્ટ્રપ્રેમી ????????????????????????????????????????????????


શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.

36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0

વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું

“આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. ”

પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું.
“શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ…?”

તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ ભૂંસી નાંખ્યું.

અને કહ્યું….

“પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”

“જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

ત્રણ માર્કની પાછળ
97 માર્ક કેમ ગુમાવવા??!!
.
.
.
જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે.

તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે.

દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે.
અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ…”

જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.



Apologies for the out of context message, but please read carefully and forward to everyone including children

Scary and sad news about the fire in Kamala Mills last night. Most of the dead were a group of friends at a birthday party…a situation any of us could find ourselves on any given evening.
Excuse the Boy Scout in me, but this kind of information can actually save your and others life, so get into the habit of paying attention to a few things whenever you are out:

  • KNOW YOUR EXITS….there’s a reason exit signs are lit up, and why it’s the first thing they talk about when you get on an airplane. Wherever you are, you must take a moment to see where the different exits are. Most of the people who died last night backed themselves into an un-ventilated bathroom with no exit, and they died from suffocation. KNOW YOUR EXITS!!

  • Taken mental note of any fire extinguishers or water hoses you see placed in a restaurant/bar/hotel/anywhere.
    Be an observant person not an onlookers

  • Smoke rises, so keep low to the ground (even to the point of crawling on your belly) if there is smoke in the room. 99% of deaths from fire incidents come from suffocation of smoke, not from the actual fire.

  • If you’re opening a closed door trying to get out during a fire, lightly tap the handle first to see if it is hot. The hotter a handle/doorknob is, the more fire is likely to be on the other side.

  • If you are trapped in a room with no exit the best thing you can do is stay low to the ground, breathe through a cloth or clothing over your mouth and nose, and make some kind of a signal to the outside (example…hanging a white curtain out of a window). If there aren’t windows that open…break them and try to signal for help.

Sorry for the unhappy message, but that could have been any of us last night, and we all know that infrastructure/following the proper safe fire codes, is not something that every establishment owner takes seriously.
Have a great New Years everyone, go out and be crazy like normal, just take a few minutes to be aware of your surroundings and stay safe!


न भारतीयो नव संवत्सरोयं
तथापि सर्वस्य शिवप्रद: स्यात् ।
यतो धरित्री निखिलैव माता
तत: कुटुम्बायितमेव विश्वम् ।।

यद्यपि यह नव वर्ष भारतीय नही है, तथापि सबके लिये कल्याणप्रद हो; क्योंकि सम्पूर्ण धरती सबकी माता ही है !!!!!

आप सभी को वर्ष 2018 में पदार्पण की अग्रिम मंगलकामनायें !! यह वर्ष आपके लिये आनन्द, आरोग्य, उत्साह, ऐश्वर्यप्रदायक हो !!

†***********

મન થાયને ત્યારે
મરજી મુજબ જીવી લેવું

કેમ કે સમય ફરીથી
એ સમય નથી આપતો

જિંદગી
એ પણ એવી શાળા છે
જ્યાં વર્ગ બદલાય છે વિષયો નહિ


Loading